• ‘Love releases incredible energy that promotes the biochemestry of healing.
પ્રેમ એક એવી અદ્ભુત, માન્યામાં ન આવે એવી ઊર્જા મુક્ત કરે છે, જે શરીરની અંદર સ્વસ્થ થવાની બાયોકેમિકલ પ્રક્રિયાને વેગ આપે છે.’
• ‘I am convinced that unconditional love is the most powerful known stimulants of the immune system. The truth is : love heals.
મને પૂરો વિશ્વાસ છે કે બિનશરતી, નિસ્વાર્થ પ્રેમ આપણી રોગ પ્રતિકારક પ્રણાલીને સક્રિય કરનાર સૌથી શક્તિશાળી માધ્યમ છે. સાચું તો એ છે કે પ્રેમ જ સ્વસ્થ કરે છે.’
• ‘Refusal to hope is nothing more than a decision to die.
આશા છોડી દેવાનો સીધો અર્થ એ છે કે મૃત્યુનો નિર્ણય કરી લેવો.’
• ‘There is no such thing as an incurable disease, only incurable people.
અસાધ્ય (લાઈલાજ) જેવો કોઈ રોગ હોતો નથી, માત્ર અસાધ્ય લોકો હોય છે.(જેઓ મનથી હારી જાય છે).’
• ‘It is not about curing the disease, but healing the life, then the physical benefits come.
વાત માત્ર રોગને મટાડવાની નથી, પરંતુ જીવનને સ્વસ્થ કરવાની (સુધારવાની) છે. શારીરિક ફાયદા તો ત્યાર પછી આપોઆપ મળે છે.’
-Dr. Bernie S. Siegel
(ડૉ. બર્ની એસ. સીગલ)
ડૉ. બર્ની એસ. સીગલ એક અમેરિકન સેવાનિવૃત્ત પીડિયાટ્રિક સર્જન, લેખક અને ન્યૂએજ આધ્યાત્મિક વક્તા છે. તેમનો જન્મ ૧૪ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ બ્રુકલિન,ન્યૂયોર્કમાં થયો હતો. તે વિશેષત: માઇન્ડ-બોડી મેડિસિન, હીલિંગ અને પ્રેમની ચિકિત્સા શક્તિ પર તેમના સંશોધનો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તેમણે યેલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં સર્જનરૂપે કાર્ય કર્યું. તેમણે કેન્સરના રોગીઓ માટે એક્સેપ્શનલ કેન્સર પેશન્ટસ (ECap) નામથી એક ગ્રુપ થેરેપી શરૂ કરી હતી. તેમનું માનવું હતું. આપણી દબાવેલી, કુંઠિત (Supressed) લાગણીઓ શરીરને બીમાર કરે છે અને પ્રેમ, હકારાત્મક વિચારસરણી અને આત્મ-સ્વીકૃતિથી આપણી પ્રતિરક્ષા પ્રણાલી એટલે કે રોગ પ્રતિકારક પદ્ધતિ (Immune System) મજબૂત બને છે.

એક ડૉક્ટરથી આધ્યાત્મિક ગુરુ બનવાની તેમની યાત્રા રોમાંચક બની રહી. ડૉ. બર્ની સીંગલ યેલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં જનરલ અને પીડિયાટ્રિક (બાળરોગ) સર્જનના રૂપે કાર્યરત હતા. એક સર્જન તરીકે એમની કારકિર્દી એકદમ સફળ હતી પણ તે પારંપારિક ચિકિત્સા પદ્ધતિની સીમાઓથી સંતુષ્ટ નહોતા. એક ઘટનાએ એમની વિચારસરણી અને અભિગમમાં પરિવર્તન આણ્યું. એકવાર સ્તન કેન્સર (Breast Cancer) થી પીડાતી એક મહિલાએ એમને પૂછયું- ‘ડૉક્ટર, બે મુલાકાતો (Visit) ના વચ્ચેના સમયગાળામાં હું મારી જિંદગી કેવી રીતે જીવું ?’ આ સવાલે તેમની વિચારસરણી બદલી નાંખી. તેમને એવો ખ્યાલ આવ્યો કે દર્દીઓને માત્ર દવા અને સર્જરીની જ નહીં, પણ જીવવાની ઇચ્છા શક્તિ અને માનસિક સહયોગની પણ જરૂર હોય છે. દર્દીઓને અને તેમના પરિવારોને પૂરેપૂરું હીલિંગ મળે અને તેમને માનસિક સહયોગ આપી શકાય એ માટે તેમણે ૧૯૮૯માં યેલ યુનિવર્સિટીમાંથી સર્જનના પદ પરથી સમય પહેલાં ક્ષેત્ર સંન્યાસ લઇ લીધો.
લંડનની પ્રસિદ્ધ વોટકિન્સ રિવ્યૂ (Watkins Review) એ બર્ની સીગલને દુનિયાના ‘શ્રેષ્ઠ, અગ્રગણ્ય ૨૦ સર્વાધિક પ્રભાવશાળી આધ્યાત્મિક જીવિત લોકો’ની યાદીમાં સામેલ કર્યા. ડૉ. બર્ની સીગલનું પૂરેપૂરું ચિંતન મન અને શરીરના ગાઢ સંબંધ (Mind – Body Connection) પર આધારિત છે. તે કહે છે કે જ્યારે આપણે દુ:ખ, ક્રોધ, ભય વગેરે ભાવોને દબાવી દઇએ છીએ ત્યારે આપણું શરીર અંદરથી બીમાર થવા લાગે છે. આપણું શરીર અને આપણા જીન્સ (Genes) તે રીતે જ કામ કરે છે જે રીતે આપણું મગજ તેમને સંદેશ આપે છે. જો આપણે ખુશમિજાજ અને આશાવાદી રહીએ છીએ તો આપણી ઇમ્યૂન સીસ્ટમ મજબૂત બને છે.
ડૉ. બર્ની સીગલે ૧૯૭૮માં શરૂ કરેલા એક્સેપ્શનલ કેન્સર પેશન્ટસ (ECaP ગ્રુપ થેરેપી પ્રોગ્રામનો ઉદ્દેશ્ય કેન્સરથી પીડિત દર્દીઓને માનસિક રૂપે મજબૂત બનાવવાનું અને એમનામાં જીજીવિષા (જીવવાની ઇચ્છા) ઉત્પન્ન કરવાનો હતો. આ થેરેપીમાં તે દર્દીઓને સ્વપ્નો, એમના દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો (Drawings), મનોચક્ષુપ્રેક્ષણ (વિઝ્યુઅલાઇઝેશન), મેન્ટલ ઇમેજરી અને કેરફ્રન્ટેશન (પ્રેમથી સત્યનો સામનો કરાવવો) જેવી ટેકનિક્સનો ઉપયોગ કરીને જીવનશૈલીમાં પરિવર્તન લાવતા હતા. તે માનતા હતા કે જે દર્દીઓ ડૉક્ટરો સાથે મળીને તેમની બીમારીઓ સામે સક્રિય રૂપે લડે છે તે અપવાદરૂપ અસાધારણ દર્દીઓ (એક્સેપ્શનલ પેશન્ટસ) હોય છે અને તેમના સ્વસ્થ, સારા થવાની સંભાવના બહુ વધારે હોય છે.
ડૉ. બર્ની સીગલ કહે છે- ‘પહેલાં હું માનતો હતો કે દવાઓ અને સર્જિકલ ઓપરેશન જ રોગીને રોગમુક્ત કરી શકે. પ્રેમ, શ્રદ્ધા, આશા જેવા હકારાત્મક ભાવોથી સાજા થવાની વાતને હું હસી કાઢતો અને મૂર્ખતાભરી માનતો હતો પણ અનેક દર્દીઓને મેં સદ્ભાવો, હકારાત્મક વિચારસરણી અને આત્મસૂચનથી સાજા થતા જોયા. એના પરથી મારે કબૂલ કરવું પડયું કે હું તો એમને સાજા ન કરી શક્યો પણ એમના મનના પરિવર્તનને કારણે તે જરૂર સાજા થઇ ગયા. મનમાં રહેલા રિસેપ્ટર્સ ઇમ્યૂનિટી પર અસર કરી તેને મજબૂત બનાવી રોગ નિવારણ માટે અત્યંત મદદરૂપ બને છે એ હકીકત છે.’
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડૉ. ડેવિડ સ્પિગલ (Dr. David Spiegel) પણ ડૉ. બર્ની સીગેલની જેમ આ બાબતમાં શ્રદ્ધા ધરાવતા નહોતા. તેમણે બર્ની સીગલની માન્યતા ખોટી પાડવા માટે એક પ્રયોગ કર્યો. તેમણે કેન્સરની સરખી સ્થિતિવાળા દર્દીઓના ૨ જૂથ પાડયા. અને એમની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી એની અસરો અને પરિણામો જોયા. એક જૂથના દર્દીઓને જરૂરી યોગ્ય દવાઓ અને ખોરાકની પરેજી પાળવા આપી. જ્યારે બીજા જૂથના દર્દીઓને એ જ દવાઓ અને એ જ પરેજી પાળવા આપી, પણ એમાં એક બીજી મહત્ત્વની વાત ઉમેરવામાં આવી. એ બાબત હતી પ્રેમ અને સામાજિક સહયોગ. તેમને પ્રિય વ્યક્તિનો પ્રેમ મળે અને કુટુંબની આત્મીય વ્યક્તિઓ સાથે હળવા મળવાનું થાય એવી વ્યવસ્થા કરાઈ. તે જેમને પ્રેમ કરતા હોય અને જે તેમને પ્રેમ કરતા હોય એવી વ્યક્તિઓ સાથે તેમને રાખવામાં આવ્યા. પ્રથમ જૂથના દર્દીઓને પ્રેમ અને સામાજિક સહયોગથી દૂર રખાયા હતા. આ પ્રયોગનું પરિણામ દર્શાવતા ડેવિડ સ્પિગલ કહે છે – ‘હું તો પરિણામ જોઈ ખુરશીમાંથી ઉછળી પડયો કેમ કે પહેલા જૂથના દર્દીઓ જરૂરી, યોગ્ય દવાઓ અને પરેજી અપાઈ હોવા છતાં વહેલા મરણ પામ્યા હતા, જ્યારે બીજા જૂથના દર્દીઓ જેમને એ બધા સાથે પ્રેમ અને સામાજિક સહયોગ આપવામાં આવ્યો હતો તે ઘણું વધારે જીવ્યા હતા.’

એક્સેપ્શનલ કેન્સર પેશન્ટસનો એક અદ્ભુત કિસ્સો પણ ધ્યાનર્હ છે. ૧૯૭૯માં બર્ની સીગલ પાસે ડિફ્યુસ હિસ્ટિઓસાઇટિક લીમ્ફોમા (Diffuse histiocytic lymphoma) અત્યારની પરિભાષામાં diffuse large B-cell lymphoma (DLBCL) ધરાવતી એક સ્ત્રીનો કેસ આવ્યો. એના રોગની સ્થિતિ અત્યંત વકરી ગઇ હતી અને તબીબી નિદાન પ્રમાણે એક મહિનાથી વધુ જીવી શકે એમ નહોતી. બીજી મેડિકલ ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી એમાં બર્ની સીગલે આશા, શ્રદ્ધા અને પ્રેમનો ઉપચાર ઉમેર્યો. આ હકારાત્મક ભાવો (પોઝિટિવિટી)ના ડોઝ પુષ્કળ પ્રમાણમાં આપવા માંડયા. આ પ્રેમ, પ્રસન્નતા, આશા, શ્રદ્ધારૂપી ઔષધિ અમૃત સંજીવની જેવી સાબિત થઇ. એ સ્ત્રીની સ્થિતિ એકદમ ચમત્કારિક રીતે સુધરવા લાગી. ૧૯૮૩માં એનું ફેફસાનું કેન્સર પૂરેપૂરું મટી ગયું. એ સ્ત્રીની સારવાર કરી રહેલી ઓન્કોલોજિસ્ટે ડૉ.બર્ની સીગલને એ વખતે કહ્યું હતું – ‘મેં એના બચવાની કોઈ આશા જ રાખી નહોતી. તે કેવી રીતે બચી ગઈ ?’ તે વખતે ડૉ. બર્ની સીગલે તેને કહ્યું હતું – ‘એ આશા જ છે જેણે તેને બચાવી. મેં તેને પ્રેમ, આશા, શ્રદ્ધાના ભરપૂર ડોઝ પીવડાવ્યા હતા જેણે અમૃત જેવું કામ કર્યું અને રાક્ષસ જેવા કેન્સરના ઝેરને મિટાવી મોતના મુખમાંથી ઉગારી લીધી.’
ડૉ. બર્ની સીગલે પંદર પુસ્તકો લખ્યા છે તેમાંથી આ ત્રણ મુખ્ય છે – ૧. લવ, મેડિસિન એન્ડ મિરેકલ્સ (Love, Medicine and Miracles), ૨. પીસ, લવ એન્ડ હીલિંગ (Peace, Love and Healing), ૩. ધ આર્ટ ઑફ હીલિંગ (The Art of Healing).
*❤️🌷પ્રેમ આશા અને શ્રદ્ધા: સ્વાસ્થ્ય સંજીવનીના ચમત્કારો❤️🌷*
ગોચર-અગોચરઃ દેવેશ મહેતા
શતદલ પૂર્તિ: ગુજરાત સમાચાર
તારીખ: ૨૧-૧૦-૨૦૨૬